પાટણ જીલ્લા ના વન રક્ષક તેમજ વન પાલો પડતર માંગણીઓ ને લઈને રજા ઉપર ઉતરતા ઘણા કામો અટવાયા..

પાટણ જીલ્લા ના વન રક્ષક તેમજ વન પાલો પડતર માંગણીઓ ને લઈને રજા ઉપર ઉતરતા ઘણા કામો અટવાયા..

પાટણ તા.૯
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ ના પ્રમુખ પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા વનરક્ષક/વનપાલ ના ગ્રેડ પે તેમજ રજા પગાર તેમજ તાજેતર માં પોલિસ કર્મચારીઓને આપવામાં આવેલ લાભો જેવા લાભો વન વિભાગ ના કર્મચારીઓ ને આપવા તેમજ ભરતી અને વધતી નો રેશિયો 1:3 કરવા જેવી વિવિધ માંગણીઓ સંતોષવા સરકાર ને છેલ્લા 2 વર્ષ થી રજુઆત કરવા છતા સરકારનુ પેટ નુ પાણી પણ હલતુ નથી ત્યારે ન છુટકે ગુજરાત રાજ્યના તમામ વનરક્ષક/વનપાલ અચોકકસ મુદ્દત ની રજા ઉપર ઉતરતા સમગ્ર જિલ્લાના જંગલો/ વનીકરણ કરેલ પ્લાન સ્ટેશન/વન્ય જીવો/ રોપ ઉછેર ની કામગીરી વગેરે એક દમ રેઢા થઈ ગયા છે. ત્યારે જિલ્લા માં ખાસ કરી ને સિડ્યુલ 1 ના પ્રાણીઓ એવા ઘુડખર,ચિન્કરા,મોર ના શિકાર ના પ્રશ્નો બનવા પામે તો કોઈ નવાઈ નહીં તેમજ પાટણ જિલ્લા ના જંગલો ના વિસ્તાર માં ખનિજ રહેલું છે તે સાચવવાની જવાબદારીઓ કોણ લેશે.
હાલ ચોમાસા નો સમય હોય પ્લાન્ટેશન માં ચરિયાણ થશે તો કોણ જવાબદારી લેશે. તેમજ જંગલો માં ઝાડ કટિંગ ના તેમજ ગેર કાયદેસર ખેડાણ ના પ્રશ્ર્નો ઉપસ્થિત થશે તેમજ આવી તો અનેક સમસ્યાઓ વન કર્મચારીઓના રજા ઉપર જવાથી થવા પામશે.

શું કૂવા માં નિલગાય પડી જશે કે કેનાલ માં ચિન્કારા કે નીલગાય પડી જશે તો તેનો જવાબદાર કોણ…?
તો પાટણ જીલ્લા નો અમુક વિસ્તાર બનાસકાંઠા ની સરહદે આવેલો છે તો ત્યાં કોઈક વાર દીપડો પણ જોવા મળે છે અને જો દીપડા દ્વારા માનવ જાત ને નુક્શાન પહોચાડશે તો તેનો જવાબદાર કોણ? તેમજ કોઈ ના ઘરે સાપ કે અજગર નીકળે કે વાંદરો ક્યાંય અકમાસ્ત માં ઇજગ્રસ્ત થાય તો પણ વન વિભાગ ના આ સૈનિકો તાત્કાલિક પોહચી અને રેસ્કયું કરે છે.પરંતુ હાલ વન વિભાગ ના ક્રમચારી રજા પર છે તો આ સાપ અને અજગર તેમજ વાંદરા ને કોણ સાચવશે? આવા તો અનેક પ્રશ્ર્નો સરકાર સામે ઉપસ્થિત થઈ રહ્યા છે.

વન વિભાગ ના કર્મચારીઓ 24×7 ડ્યુટી બજાવે છે.. તેમ છતાં તેમને પોલિસ ની જેમ રજા પગાર પણ નથી આપવામા આવતો તો સરકાર વન વિભાગ ના કર્મચારીઓ ના મુદ્દા નુ વહેલી તકે સમાધાન રૂપી રસ્તો કાઢે અને કર્મચારીઓની માંગણીઓને ન્યાય અપાવે તો વન્ય જીવો ને શિકારીઓની નજર માંથી બચાવી શકાય અને ગુજરાત સરકાર ની ખુલ્લી સંપતિ એવી વન સંપદા અને વન્ય પ્રાણીઓ ની રક્ષા કરતા જાંબાઝ સૈનિકો ને ન્યાય આપવા ગુજરાત સરકાર આગળ આવે અને આ બાબતે ન્યાય અપાવે.

ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા ગુજરાત ના દરેક સ્ટાફ કે જે રજા ઉપર ગયેલ છે તેની રજા મંજૂર નહીં કરતા કપાત રજા અથવા બિન પગારી કરવાનો હુકમ કરેલ છે તેમજ જે પણ કર્મચારી રજા ઉપર છે તેવા તમામ સ્ટાફ ને પોતાની પાસે રહેલ સરકારી દફતર અને સરકારી વાહનો જમા કરાવવા હૂકમ કરેલ છે.આવો હૂકમ થતા કર્મચારીઓ વધુ ઉગ્ર થવાની સંભાવનાઓ રહેલી છે. અને આંદોલન વધારે ઉગ્ર થશે તેવુ લાગી રહ્યુ છે .