સિધ્ધપુર-ઊંઝા હાઈવે ઉપર સરકારી એસટી બસનું સ્ટેરીંગ લોક થઈ જતાં અકસ્માત સજૉયો..

સિધ્ધપુર-ઊંઝા હાઈવે ઉપર સરકારી એસટી બસનું સ્ટેરીંગ લોક થઈ જતાં અકસ્માત સજૉયો..

પાલનપુર થી છોટાઉદેપુર જઈ રહેલી એસટી બસ રોડ સાઈડ ની ચોકડી માં પલટી મારી જતાં : એક નું મોત : અનેક ધાયલ..

પાટણ તા.૯
પાટણ જિલ્લા નાં સિધ્ધપુર હાઈવે માર્ગ પરથી શુક્રવારે સાંજે ૪૦ મુસાફરો ભરીને પસાર થઈ રહેલ પાલનપુર થી છોટાઉદેપુર તરફ જતી એસટી બસ નું બ્રાહ્મણવાડા નજીક સ્ટેરીંગ લોક થઈ જતાં એસટી બસ રોડ સાઈડ ની ચોકડી માં પલટી મારી જતાં એક મુસાફરના મોત સાથે અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ની મળતી હકીકત મુજબ શુક્રવારે સાંજે પાલનપુર થી છોટાઉદેપુર તરફ ૪૦ મુસાફરો ભરીને સિદ્ધપુર હાઇવે પર થી પસાર થતી એસ ટી બસ નું અચાનક જ સ્ટેરીંગ લોક થઈ જતાં અને ડ્રાઈવર એસ ટી પર કાબુ મેળવે તે પૂર્વે જ એસટી બસ રોડ સાઈડ ની ચોકડી માં પલટી મારી જતાં એસ ટી બસ માં બેઠેલાં મુસાફરો ની ચિચિયારીઓ થી હાઈવે માર્ગ ગુંજી ઉઠ્યો હતો. રોડ સાઈડ ની ચોકડી માં એસટી બસ પલ્ટી મારી ગયાની જાણ થતાં લોકો નાં ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ સહિત ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં એસટી નાં ડ્રાઈવર સહિત અનેક મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે તાત્કાલિક સિધ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તેમજ પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે બનાવના પગલે પોલીસ દ્વારા મુસાફરોનાં સામાન ને કોઈ ઉઠાવી ના જાય તે માટે સ્થળ પર પોલીસ તૈનાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં એક ઈસમનું મોત નિપજ્યું હોવાની પૃષ્ટી થવા પામી છે તો અન્ય ઈજાગ્રસ્તો પૈકી કેટલાક ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. સિધ્ધપુર હાઈવે પર એસ ટી બસ ના સજૉયેલા અકસ્માત માં એસટી બસ માં મોટાભાગના મુસાફરો પાલનપુર પંથકના હોવાનું જાણવા મળ્યું છે.