આર્ટ્સ કોલેજ પાટણમાં વિકલાંગ કલ્યાણ અર્થે NSS વિધાર્થીઓ દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો.

આર્ટ્સ કોલેજ પાટણમાં વિકલાંગ કલ્યાણ અર્થે NSS વિધાર્થીઓ દ્વારા ફાળો એકત્ર કરવામાં આવ્યો.

પાટણ તા.10
પાટણની શ્રી અને શ્રીમતી પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ પાટણ ના એન.એસ.એસ વિભાગ દ્વારા વિકલાંગ કલ્યાણ અર્થે કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પાસેથી ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 2830 રૂપિયા ફાળો એકત્ર થયો. તેમાંથી 1415 રૂપિયા રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ, કડા રોડ કેમ્પસ, વિસનગર ને અને 1415 રૂપિયા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ,વિકલાંગ સેવા પરિસર, કુવાસણા, તા.વિસનગર, વિસનગર- વિજાપુર હાઈવે ને મોકલી આપવામાં આવ્યો હતો.

કોલેજ કેમ્પસમાં ફાળા એકત્રીકરણનું આયોજન કોલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય ડૉ. લલીતભાઈ એસ. પટેલ ના માર્ગદર્શનમાં કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.