પાટણ પંથકમાં સુસવાટા બંધ પવન સાથે પડેલા વરસાદને કારણે હાઈવે માર્ગ પરના વૃક્ષો ધરાશયી બન્યા..

પાટણ પંથકમાં સુસવાટા બંધ પવન સાથે પડેલા વરસાદને કારણે હાઈવે માર્ગ પરના વૃક્ષો ધરાશયી બન્યા..

વન રક્ષકો અને વનપાલો ની હડતાળ નાં પગલે હાઈવે પર પડેલા વૃક્ષો દુર કરવા તંત્ર સહિત વાહનચાલકોએ પરેશાની ભોગવી..

પાટણ તા.10
શનિવારના રોજ બપોરના સુમારે હવામાન વિભાગની આગાહી નાં પગલે વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને કારણે આકાશમાં ધટા ટોપ વાદળો ઘેરાયા હતા અને જોત જોતામાં પવનના સુસવાટા સાથે મેધરાજા નું આગમન થતાં ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સજૉવા પામી હતી. સુસવાટા બંધ પવન સાથે પડેલા વરસાદ ના પગલે પાટણ જીલ્લાનાં હાઈવે માર્ગ પર ઠેર ઠેર વૃક્ષો ધરાસાઇ થયા હતા. પાટણ થી ઊંઝા રોડ ને જોડતા રોડ તેમજ ચાણસ્મા થી મહેસાણા જોડતા રોડ પર ધટા ટોપ વૃક્ષો ધરાશયી થતાં રસ્તો બંધ થઈ જતાં વાહન ચાલકો અટવાયાં હતા.

એક બાજુ વન રક્ષક તેમજ વન પાલો પોતાની પડતર માંગણીઓ ને લઈને હડતાલ પર હોવાના કારણે તંત્ર પણ અટવાયુ હતું જેના કારણે વાહનચાલકો અને પ્રજા ને ભારી હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
વન રક્ષક તેમજ વન પાલ ગ્રેડ પે,રજા પગાર જેવા વિવિધ મુદ્દાઓ ને લઇને છેલ્લા 4 દિવસ થી અચોક્કસ સમયની રજા પર ગયેલા છે ત્યારે ચોમાસાની ઋતુમાં બનતાં આવા બનાવોને કારણે સામન્ય જનતા ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.