બાલીસણા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માહ ઉજવણી અંતર્ગત પોષણ વાનગી નિદર્શન કરાયું..

બાલીસણા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માહ ઉજવણી અંતર્ગત પોષણ વાનગી નિદર્શન કરાયું..

પાટણ તા.10
પાટણ તાલુકાના બાલીસણા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે સી.ડી.પી.ઓ ચૈતાલી બેનના માર્ગદર્શન હેઠળ શનિવારના રોજ “પોષણ માહ ” ઉજવણી અંતર્ગત પોષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા પોષણયુક્ત વાનગી નિદર્શન કરી મહિલાઓને પોષણ અંગેની જાણકારી અને માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો, કિશોરીઓ, અમે સગર્ભા મહિલાઓ હાજર રહ્યા હતા.

પોષણ અભિયાનને જન આંદોલન સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણને લગતા સંદેશાઓનો પ્રચાર – પ્રસાર થાય તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં “ રાષ્ટ્રીય પોષણ માહ “ ની ઉજવણી કરવાનું નક્કી કરેલ હોવાનું ઉપસ્થિત અધિકારીઓ એ જણાવ્યું હતું.