ત્રણ ગામોની જવાબદારી સંભાળતા મહિલા તલાટી રૂ 18 હજારની લાંચ લેતા એ.સી.બી ની સફળ ટ્રેપ માં ફસાયા..

ત્રણ ગામોની જવાબદારી સંભાળતા મહિલા તલાટી રૂ 18 હજારની લાંચ લેતા એ.સી.બી ની સફળ ટ્રેપ માં ફસાયા..

એક જાગૃત નાગરીક પાસે વરંડાનુ બીલ પાસ કરવા મહિલા તલાટીએ રકમની માગ કરી હતી..

પાટણ તા.12
પાટણ તાલુકાના ત્રણ ગામોની તલાટી તરીકેની જવાબદારી સંભાળી રહેલ મહિલાએ એક અરજદાર પાસે વરંડાનુ બીલ પાસ કરવા રકમની માગ કરી હતી જેને લઇને અરજદાર દ્વારા સ્થાનિક લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી છટકું ગોઠવતાં મંગળવારના રોજ મહિલા તલાટી અરજદાર પાસે થી લાંચ ની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાતાં સનસનાટી મચી જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ આ કામ નાં અરજદાર દ્વારા ગામની સ્કૂલ માં વરંડાનું કામ કરેલ હતું, જેનું બીલ રૂ.3.50 લાખનું હતું. આ બિલની વહીવટી પ્રક્રિયા ની સરળતા માટે દુધારામપુરા, ખારીવાવડી અને બાદીપુર એમ ત્રણ ગામોમાં તલાટી તરીકે ની ફરજ બજાવતા મહિલા તલાટી પુષ્પાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ
એ અરજદાર પાસે રૂ.18 હજાર ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં અરજદાર આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી. પાટણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સધળી હકીકત જણાવતાં અધીકારીએ ટીમ સાથે લાંચના છટકાનું આયોજન કરી મંગળવારના રોજ અરજદાર દ્વારા લાંચની રકમ રૂ.18 હજારની રકમ મહિલા તલાટી ને દુધારામપુરા ગ્રામપંચાયત કચેરી ખાતે ફરજના સમયે આપતા અને મહિલા તલાટી દ્વારા તે રકમ સ્વીકારતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારી ઓએ પંચની સાક્ષી માં તેઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

આ કામગીરી મા ટ્રેપિંગ અધિકારી જે. પી. સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે.પાટણ, સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ.મદદનિશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ ભૂજ. સહિતની ટીમ હાજર રહી હતી.
પાટણ તાલુકાના દુધારામપુરા ગ્રામપંચાયત કચેરી માં મહિલા તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ હોવાની ઘટના ને પગલે જિલ્લામાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.તો લાંચ કેશ માં ઝડપાયેલ મહિલા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.