પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભષ્ટ્રાચાર નાં મુદ્દે ગરમ માહોલ સજૉયો..

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભષ્ટ્રાચાર નાં મુદ્દે ગરમ માહોલ સજૉયો..

ભાજપ શાસિત ભષ્ટ્રાચારી નગરપાલિકા દ્વારા સતા નાં જોરે નગરપાલિકા ને નુકસાન થાય તેવા કામો મંજૂર કર્યા છે : ભરત ભાટીયા..

સંત શ્રી સદારામ બાપુ ની પ્રતિમા મુકવાના કામને મંજુર ના મંજુર રાખવાની બાબતે પાલિકા નું સતા રાજકારણ..

પાટણ તા.૧૨
પાટણ નગર પાલિકા ખાતે સોમવાર ના રોજ મળેલ સામાન્ય સભાની બેઠક કેટલાક કામોને લઇ ભારે હંગામેદાર રહી હતી વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા ભુગર્ભ ગટરની મશીનરીની ખરીદી હોર્ડીંગ્સ અને ગ્રેન્ટી બોર્ડના ટેન્ડરીંગમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી ૩૪ કામો સામે પોતાના વાંધો દર્શાવ્યો હતો તો શાસકપક્ષ ભાજપે બહુમતીના જોરે તમામ કામોને મંજુર કર્યા હતા અને વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા.

પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મીતાબેન પટેલની અધ્યક્ષતામાં નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં રેગ્યુલર ૧૨ કામો અને વધારાના ૨૮ કામો અંગે ચર્ચા શરુ કરી હતી. ભારે વરસાદના કારણે મોટાભાગના સભ્યો ગેરહાજર હોવાથી અડધો કલાક સભા મોડી શરુ થઇ હતી. અને માત્ર ૧૦ મીનીટમાં શાસકપક્ષ ભાજપે કુલ ૪૧ જેટલા કામોને બહાલી આપીને મંજુર કર્યા હતા.

વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભુગર્ભ ગટરની મશીનરીની ખરીદીનું ટેન્ડર નિયમ મુજબ લાવવામાં આવ્યુ ન હોય તેમજ હોર્ડીંગ્સ અને ગેન્ટ્રી બોર્ડની હરાજીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી કુલ ૪૧ માંથી ૩૪ કામોમાં પોતાનો વાંધો લખાવીને વિરોધ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સભામાં ભારે વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ ભાજપના સભ્યો એ વિપક્ષના આક્ષેપોને પાયા વિહોણા ગણાવી વિપક્ષ કોંગ્રેસ વિકાસના કામોમાં રોડા નાંખી રહ્યુ હોવાના આક્ષેપો કર્યા હતા.

ભષ્ટ્રાચારી કેટલાક કોર્પોરેટર ની મીલી ભગત થી નગરપાલિકાને હોર્ડીંગ્સના ટેન્ડરમાં ૧૮ લાખનુ નુકસાન થયુ હોવાના આક્ષેપ સાથે કોપોરેટર ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે તા. ૯-૫-૨૦૨૨ના રોજ પાલિકાએ જાહેરાત આપી હતી તેમાં હોર્ડીંગ્સની અપસેટ કિંમત ત્રણ વર્ષ માટે રૂ।. ૪૫.૩૨ લાખ નકકી કરી હતી અને ગેન્ટ્રી બોર્ડના રૂા. ૯ લાખ નકકી કર્યા હતા. જેમાં ત્રણમાંથી બે એજન્સી માન્ય રહેતા ૪-૭-૨૨ના રોજ રિ ટેન્ડરીંગ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અપસેટ કિંમત વધારીને હોર્ડીંગ્સના રૂા. ૪૫.૩૨ લાખ અને ગેન્ટ્રી બોર્ડના ૯ લાખના રૂા. ૧૨ લાખ કર્યા હતા અને તેમાં ૪૦ ટકા ઓછા ભાવે જે ટેન્ડર આવ્યુ હતું તે મંજુર કર્યું. રૂ।.૪૫ લાખમાં જે કામ આપવાનુ હતુ તે કામ ૨૭ લાખમાં આપી દીધુ છે. જેથી પાલિકાને ૧૮ લાખનુ નુકસાન થયુ છે. આ કામમાં ભાજપના સભ્યોની ભાગ બટાઇ થઇ છે જેથી ટેન્ડર મંજુર કર્યું છે. ભુગર્ભ ગટરનું ટેન્ડર જે કામ આજે મંજુર થયુ છે તે નિયમ વિરુદ્ધ કરાયુ છે. સદારામ બાપાના મુર્તિનુ કામ અમે મંજુર રાખ્યુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.તો આ કામ માં વિપક્ષે વાંધો નોંધાવ્યો હોવાનું પાલિકાના ઉપપ્રમુખે મિડિયા સમક્ષ જણાવતા સંતો નાં નામે સત્તા નુ રાજકારણ નગર પાલિકા માં આજની સામાન્ય સભામાં જોવા મળ્યું હતું.