ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા ભારત કો જાનો પરિક્ષા યોજાઈ..

ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા ભારત કો જાનો પરિક્ષા યોજાઈ..

પ્રાથમિક માધ્યમિક વિભાગ નાં ૨૬૦૦ વિધાર્થીઓએ પરિક્ષામાં ભાગ લીધો..

પાટણ તા.૧૨
ભારત વિકાસ પરિષદ તેના પાંચ પાયાના સૂત્રો સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ પર આધારિત છે. તેના સંસ્કારલક્ષી કાર્યક્રમ પૈકી નો એક કાર્યક્રમ એટલે ભારત કો જાનો.

પાટણ શાખા દ્વારા ભારત કો જાનોની પ્રાથમિક માધ્યમિક વિભાગની પરીક્ષા રવિવાર નાં રોજ શેઠ.એમ.એન હાઇસ્કુલ ખાતે યોજવામાં આવી હતી જેમાં કુલ ૨૬૦૦ વિદ્યાર્થીઓ એ પરિક્ષા આપી હતી.

આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
પરીક્ષાની શરૂઆત વંદે માતરમ ગાન થી કરવામાં આવી હતી. પરીક્ષામાં વિવિધ વિષય જેવા કે ધર્મ અને સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, બંધારણ અને રાજનીતિ, સાહિત્ય અને કલા, વિજ્ઞાન, રમતગમત ઉપરાંત સાંપ્રત સમસ્યા પર આધારિત વિષયને ધ્યાનમાં રાખી પ્રશ્નો પૂછાયા હતા. પરીક્ષા નું આયોજન અને સંકલન સંસ્થા પ્રમુખ પારસ ભાઈ ખમાર, કાર્યક્રમનું સંયોજક દિલીપભાઈ પટેલે કર્યું હતું.પરીક્ષા દરમિયાન સંસ્થા ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.