પાટણ-મહેસાણા જિલ્લાના વનપાલ અને વનરક્ષકો ની પડતર માંગણીઓ ને લઈને સંમેલન યોજાયું..

પાટણ-મહેસાણા જિલ્લાના વનપાલ અને વનરક્ષકો ની પડતર માંગણીઓ ને લઈને સંમેલન યોજાયું..

સરકાર જ્યાં સુધી પડતર માંગણીઓ સંતોષશે નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા હુંકાર…

પાટણ તા.૧૫
સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વનપાલ અને વન રક્ષકો પોતાની પડતર માંગણીઓ ને લઈને અચૌક્કસ મુદતની રજા ઉપર છે જેના અનુસંધાને ચાણસ્માના રૂપપુર ખાતે હરસિદ્ધ માતા ના મંદિર ના પટાંગણમાં પાટણ-મહેસાણા જિલ્લાના વન કર્મચારીઓનું સંમેલન પ્રવિણસિંહજી ચૌહાણ પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય વન રક્ષક વનપાલ કર્મચારી મહામંડળ તેમજ ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.

આ સંમેલનમાં ગુજરાત રાજ્ય વનક્ષક વનપાલ કર્મચારી મહામંડળના મહામંત્રી વાઘજીભાઈ ચૌધરી, ગીતેશભાઈ દેસાઈ પ્રમુખ પાટણ જિલ્લા કર્મચારી મહામંડળ, શક્તિસિંહ પરમાર મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લા કર્મચારી મહામંડળ,અતુલભાઇ પરમાર પ્રમુખ મહેસાણા જિલ્લા વન રક્ષક કર્મચારી મહામંડળ, ઈમરાનખાન બહેલીમ પુર્વ પ્રમુખ મહેસાણા જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળ, ઈન્દરવિજયસિહ ઝાલા પ્રમુખ અરવલ્લી જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ,ભવદીપસિહ પુર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ,ઉપપ્રમુખ કાર્તિકસિહ રાઠોડ સાબરકાંઠા,ભદ્રેશભાઈ પ્રમુખ પાટણ જિલ્લા રોજમદાર કર્મચારી મંડળ,વિષ્ણુભાઈ એલ દેસાઈ પ્રમુખ પાટણ જિલ્લા વન રક્ષક વનપાલ કર્મચારી મંડળ સહિત પાટણ-મહેસાણા જિલ્લાના વનપાલ વનરક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભાવેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ દ્વારા પડતર પ્રશ્નો ની લડતના અનુસંધાનમાં માર્ગદર્શક સૂચનો રજૂ કરી આગામી કાર્યક્રમો માટે સૌએ સાથે રહેવા અપીલ કરી હતી. અતુલભાઈ પરમારે આગામી સમયમાં મહાસંમેલન યોજાવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. ગીતેશભાઈ દેસાઈ પ્રમુખ પાટણ જિલ્લા કર્મચારી મહામંડળે પણ જુની પેન્શન યોજના અન્વયે આગામી કાર્યક્રમોમાં જોડાવા તેમજ 17/09/2022 રોજ માસ સીએલ પર ઉતરવા આહવાન કર્યું હતું.

મહામંત્રી વાઘજીભાઈ ચૌધરી એ આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ભવ્ય મહાસંમેલન યોજવામાં આવશે એમ જણાવ્યું હતું બાદ પ્રમુખ પ્રવિણસિંહજી એ મા હરસિધ્ધિ ની જય બોલાવતા રણટંકાર કરતા જણાવેલ હતું કે સરકાર જ્યાં સુધી આપણી માંગણીઓ જેમ કે વનરક્ષક 2800 વનપાલ 4200 ગ્રેડ ને,રજા પગાર, બઢતી રેશિયો, નોકરી ના કલાક નક્કી કરવા ,અન્ય ભથ્થા વગેરે નુ સરકાર સુખદ નિરાકરણ ન કરે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમજ હાજર રહેલ તમામ‌ કર્મચારીઓએ એમનું આહવાન ઝીલતા જણાવ્યું હતું કે ચાહે ભલે એક મહિનો શું એક વર્ષ થાય તો પણ લડત ચાલુ રાખવા તૈયારી દશૉવી હતી.
વિષ્ણુભાઈ દેસાઈ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી એચ સોલંકી ‌ઉપપ્રમુખ પાટણ અને જી એમ પટેલ વનપાલે કર્યું હતું.