રાધનપુરમાં ભાજપના ઉમેદવારની જાહેર સભામાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને આપ પર વરસ્યા..

લવિગજી ઠાકોર ને જંગી બહુમતીથી વિજય બનાવી ગુજરાતનાં વિકાસ માં સહભાગી બનવા આહ્વાન કરાયું..

પાટણ તા.૨૩
રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક બાણો નો વરસાદ વરસાવ્યો હતો.
આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું જ્યાં જઉ ત્યાં બધા મને કહે છે હું બહારનો છું,મને ખબર નથી કે હું ક્યાંનો છું મારાં અને શંકરભાઇ ચૌધરી ઉપર વિશ્વાસ કરીને લવિંગજીની જે તે ભૂલોને માફ કરીને એમને જંગી બહુમતીથી જિતાડવા આહ્વાન કરી જણાવ્યું હતું કે તમે મને પોતાનો માન્યો હોય તો મારાં ઠાકોર સેનાના છોકરાઓને પણ પોતાનો માની લેજો.મારાં ઠાકોર સેનાના છોકરાઓ ખુબ સારા છે,તમને સહકાર આપવામાં ક્યાય કચાશ નહી રાખે.

આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ પણ ભાજપના ઉમેદવાર લવિગજી ઠાકોર ને જંગી બહુમતીથી વિજય બનાવવા અનુરોધ કરી ગુજરાત નાં વિકાસ ને વેગવંતો બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે નાગરજી ઠાકોર ,સુરજગીરી ગોસ્વામી,પ્રવીણભાઈ મહાલક્ષ્મી,તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી સહીત ભાજપના આગેવાનો કાયૅકરો અને રાધનપુર વિધાનસભા વિસ્તારના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.