પાટણ ભાજપ ઉમેદવાર નાં સમથૅન માં જુનાં ગંજ બજારમાં જાહેર સભા યોજાઈ..

સનાતન ધર્મ વાળાના હાથમાં આવેલી સત્તા વિધરમીઓના હાથમાં ના સોપતા :સુધીર ગુપ્તા..

પાટણ તા.૨૩
ભાજપના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના સંસદસભ્ય સુધીર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને પાટણ ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈ નાં સમથૅન માટે શહેરના જુના ગંજ બજારના ચોકમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભા ને સંબોધીત કરતાં સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે સનાતનીઓએ રસ્તા ઉપર ઉતરવું પડે છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ દેશની દશા અને દિશા બદલી છે સક્ષમ રાષ્ટ્ર બનાવ્યું છે. મિસાઈલ અને હથીયારો ગુજરાત બનાવી રહ્યું છે. નરેન્દ્ર મોદીને રામ અને કૃષ્ણ સાથે તુલના કરતાં કહ્યું કે જેમ અસુરોને નષ્ટ કરવા ભગવાન રામ મહેલ છોડીને રસ્તા પર ઉતર્યા હતા. કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ગયા હતા તેમ નરેન્દ્ર મોદી ગુજરાતથી વારાણસી ગયા છે. આપણે અકબર અને બાબરના હિમાયતી ન બની શકે. તેમણે કહ્યું કે મોદી જે કહે છે તે લોકો અને દુનિયા સ્વીકારે છે. અયોધ્યા મંદિર અને કાશ્મીર માં ધારા નાબૂદી અને સરકારી યોજનાઓની યાદ લેવડાવી હતી.

તેઓએ વર્ષોબાદ દેશમાં સનાતન ધર્મના લોકો પાસે સત્તા હાથમાં આવી છે તે વિધર્મીઓ ને ન સોંપતા તેવી ટકોર કરી હતી. આ જાહેર સભા માં ઉપસ્થિત રહેલા પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર રાજુલબેન દેસાઈ એ પાટણના વિકાસ ને ગતિશીલ બનાવવા માટે ભાજપને જંગી બહુમતીથી વિજેતા બનાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી કે સી પટેલ, રણછોડભાઈ દેસાઈ, મોહનભાઈ પટેલ,પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા,નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાયૅકરો અને વિધાનસભા મત વિસ્તારના સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.