પાટણ ભાજપના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઈને મતદારો તરફથી સવૅત્ર મળતો આવકાર..

પાટણને ગુજરાતની વિકાસ કુચ માં અગ્રેસર બનાવવાની નેમ છે : ડો.રાજુલ દેસાઈ..

પાટણ તા.૨૩
18 પાટણ વિધાનસભાના ભાજપના મહિલા શિક્ષિત ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈને મતદારો તરફથી સવૅત્ર સહીયોગ સાંપડી રહ્યો છે. પાટણ વિધાનસભા મત વિસ્તારના દરેક ગામડાઓમાં ડો. રાજુલબેન દેસાઈને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.લોકો પણ માની રહ્યા છે કે આ શિક્ષિત મહિલા પાટણને વિકાસ ની નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે જેથી તેમને સાંભળવા માટે માત્ર પુરુષો જ નહીં પરંતુ તમામ ગામડાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ,નાના બાળકો વૃદ્ધો પણ ઉમટી ખુલ્લું સમર્થન પુરૂ પાડી રહ્યા છે.

પાટણ તાલુકાના બોરસણ ગામે યોજાયેલી જંગી સભામાં ડો રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે પાટણને મારે ગુજરાતના ટોપ થ્રિ વિધાનસભામાં લઈ જવો છે.પાટણ હજુ પણ અનેક ઔદ્યોગિક વિકાસ જંખે છે.આ તમામ વિકાસ કરવા છે.પાટણ નો ઐતિહાસિક વારસો વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ,પાટણના પટોળાને પણ હજુ વિશ્વફલક ઉપર નવું આયામ મળે તે માટે પ્રયત્નો કરીશ. પાટણના યુવાનોને રોજગારી માટે બહાર ના જવું પડે પાટણમાં જ જી.આઇ.ડી.સી મારી પ્રાથમિકતા રહેશે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ અંતર્ગત દરેક જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવા પ્રયાસો કર્યા છે.તો આગામી સમયમાં પાટણ વિધાનસભામાં પણ મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ પણ તેમના સમય દરમિયાન કરેલા વિવિધ વિકાસના કામો લોકો સમક્ષ મૂક્યા હતા.તો પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલે પણ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ,કાનજીભાઈ દેસાઈ,પૂર્વ પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા,ભલાભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પરમાર સહિત હોદેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.