પાટણ પંથકની રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અધૅ નગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો..

રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર ની ચિમકી.

પાટણ તા.૨૩
પાટણ પંથક માંથી પસાર થતી રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડતા પંથકના ખેડૂતો નાં વાવેતર કરવામાં આવેલા શિયાળુ પાકો નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે ત્યારે રાફુ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ બુધવારના રોજ રાફુ બ્રાન્ચ કેનાલમાં અધૅ નગ્ન અવસ્થામાં દેખાવો કરી તાત્કાલિક ધોરણે બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી હતી અને જો તંત્ર દ્વારા આ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમા મતદાન નો બહિષ્કાર કરવાની ચિંમકી ઉચ્ચારતા પંથક નું રાજકીય વાતાવરણ ગરમાયું હોવાનું જાણવા મળ્યું છે.