પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્ટિફિક-શો અને પોપ્યુલર-ટાક યોજાયો..

પાટણ તા.૨૩
પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે બુધવારના રોજ સોલર સિસ્ટમ પર સાયન્ટિફિક-શો અને રિન્યૂએબલ એનર્જી પર પોપ્યુલર ટાક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સૌરમંડળની વિગતો જાણ્યા પછી ખૂબ જ ઉત્સાહિત થયા હતા. રિન્યુએબલ એનર્જી પર લોકપ્રિય ટોકનું આયોજન કરવાનો હેતુ યુવા દિમાગને આ ક્ષેત્રમાં સંશોધન અને નવીનતાના મહત્વને સમજવા માટે પ્રેરિત કરવાનો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે આપણું ભવિષ્ય રિન્યુએબલ એનર્જીના ઉપયોગ પર નિર્ભર છે. ત્યારબાદ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને ડાયનાસોર રાઈડ તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.