સિધ્ધપુર આંગડીયા લુંટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી LCB પોલીસ..

પાટણ તા.૨૩
આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને પાટણ જિલ્લા માં વિવિધ ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ પકડવા જિલ્લા પોલીસ વડા દ્વારા આપેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પાટણની ટીમ દ્વારા બાતમી હકીકત મેળવી સિધ્ધપુર પો.સ્ટે. ના આગળીયા લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપી ભરતસીંગ ઉર્ફે જબ્બરસીંગ સન/ઓ રાવસીંગ વાઘેલા(દરબાર) રહે.ઝેરડા, રામાણી પાર્ટી, તા.ડીસા જી.બનાસકાંઠાવાળાને સિધ્ધપુર મુકામેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પોલીસ ને સોંપવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.