સાયબર સેલ પાટણ દ્વારા સાઈબર ક્રાઇમ નો ભોગ બનનાર નાં રૂ.૧.૬ લાખ પરત અપાવ્યા..

પાટણ સાયબર સેલ ટીમ ની કામગીરી ને ભોગ બનનાર વ્યક્તિ એ સરાહનીય લેખાવી..

પાટણ તા.૨૩
પાટણ જીલ્લામાં સાયબર ક્રાઇમના બનાવોમા ભોગ બનનારને મદદરૂપ થવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર સેલ પીઆઈ પી.કે પટેલ તથા સાયબર સેલ ટીમ દ્વારા એ.ટી.એમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ આર્મીના નામે OLX /ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ તથા અન્ય સાયબર ક્રાઇમના બનાવોમા સાયબર ક્રાઇમ સેલ ટીમ સતત કાર્યશીલ બની આવા બનાવોને ગંભીરતાથી લઇ તાત્કાલિક યોગ્ય પગલા લઇ ભોગ બનનારને નાણાં પરત અપાવવા મદદરૂપ બની રહી છે.

ત્યારે આ કામના ભોગ બનનારને ઇન્સટાગ્રામમા વર્ક ફ્રોમ હોમ ફ્લીપકાર્ટ લખેલ એડ આવેલ જેથી અરજદારે આ એડમા લખેલ વોટસએપ નંબર ઉપર સંપર્ક કરતા સામેવાળા એ એક લીંક મોકલી આપેલ જે લીંકને ક્લીક કરતા એક એપ્લીકેશન ડાઉનલોડ થયેલ અને ત્યારબાદ ટેલીગ્રામ ગ્રુપમાં એડ થવા માટેની લીંક મોકલી તેમા એડ કરીને જોબ માટે ટાસ્ક લગત તેમના કહેવા મુજબ ભોગ બનનાર ટાસ્ક પુરા કરતા હતા જેથી ખાતામા પૈસા જમા થાય છે તેવા ફોટાઓ મોકલી ભોગ બનનારને વિશ્વાસમા લઈને આ એપમા ઓર્ડર સબમીટ કરાવી ભોગ બનનાર પાસેથી પેમેન્ટ કરાવી ત્યારબાદ આ પૈસા એપ્લીકેશનમાં જોઇ શકાતા હોવા છતાં વીડ્રોઅલ થતા ન હોઇ ભોગ બનનાર સાથે રૂ.૧,૦૬,૪૮૦/- ની ઓનલાઇન છેતરપિંડીનો અહેસાસ થતા તેઓએ અત્રેના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા અત્રેની સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલીક એકશન લઈ ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનારના ઓનલાઇન ફ્રોડમા ગયેલ રૂ.૧,૦૬,૪૮૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપતાં ભોગ બનનાર વ્યક્તિ એ સાયબર સેલ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.