પાટણના ખાલકશાપીર માર્ગ પર ભૂગર્ભ ગટરના દૂષિત પાણી રેલાતા રોગચાળો ફેલાવવાની ભીતી સેવતા રહિશો..

નગરપાલિકાના સત્તાધીશો અને આ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક સમસ્યાનુ નિરાકરણ લાવવા માંગ ઉઠી..

પાટણ તા.૨૪
પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ ભૂગર્ભ ગટર યોજના મોટાભાગના વિસ્તારમાં નિષ્ફળ બની હોવાની બુમરાણ શહેરીજનોમાં ઉઠવા પામી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોક્ અપ બનતી ભૂગર્ભ ગટર ની સમસ્યાને લઈને માર્ગો પર દૂષિત પાણી ભરેલા હતા રોગચાળો ફેલાવવાની ભીતી સજૉવા પામી છે ત્યારે શહેરના ખાલકશા પીર માઞૅ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઇન ચોક અપ બની હોય જેનાં કારણે આ વિસ્તારના માર્ગો પર ભૂગર્ભ ગટર નાં દુષિત પાણી ઉભરાતા આ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો સહિત વિસ્તારના રહીશો ને મુશ્કેલી ભોગવવી પડી રહી છે તો દુષિત પાણી રોડ સાઈડ નાં ખાડાઓમાં ભરાઈ રહેતાં મચ્છર જન્ય જીવજંતુ નો ઉપદ્રવ પણ વધ્યો હોય જેને લઇને આ વિસ્તારના રહીશો માં રોગચાળો ફેલાવાની ભીતી પણ પ્રબળ બનવા પામી છે.

ખાલકસાપીર માર્ગ પર છેલ્લા કેટલાક દિવસથી ચોક અપ બનેલી ભૂગર્ભ ગટર લાઈન બાબતે આ વિસ્તારના કોર્પોરેટરો સહિત નગરપાલિકા તંત્રનું રહીશો દ્વારા ધ્યાન દોરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ નહીં આવતા વિસ્તારના રહીશોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે તો આ સમસ્યાને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રહીશો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થઈ શકે તેમ હોય તાત્કાલિક ધોરણે પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.