પાટણ વિધાનસભા બેઠક નાં ભાજપ ઉમેદવાર નુ વોળાવી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી વિજયના આશિર્વાદ આપ્યા..

પાટણ તા.૨૪
18 પાટણ વિધાનસભા મતવિસ્તારના ભાજપના શિક્ષિત ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઈ ને ચુંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેર લોક સમથૅન સાંપડી રહ્યું છે.ચુટણી પ્રચાર દરમિયાન ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવારનું દરેક ગામમાં ઉમળકાભેર સ્વાગત સન્માન કરી આવકારવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારના રોજ પાટણ વિધાનસભા વિસ્તાર નાં વોળાવી ખાતે ડો રાજુલબેન દેસાઈ ની જંગી જાહેર સભામાં ગામના વડીલો દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરી વિજયના આશીર્વાદ પાઠવ્યા હતા.