પાટણની રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં જુરાસિક વર્લ્ડ પર સાયન્ટિફિક-શો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.૨૪
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુરૂવારના રોજ જુરાસિક વર્લ્ડ પર સાયન્ટિફિક-શો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે. આજના વિશ્વના સળગતા મુદ્દાઓ છે વાયુ પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન વગેરે જેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ પર્યાવરણના આ તમામ સળગતા પ્રશ્નો વિશે જાગૃત અને જિજ્ઞાસુ થયા હતા. ત્યારબાદ, આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને ડાયનાસોર રાઈડ તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી.