પાટણના દહીસર નજીક થી વિદેશી દારૂ નાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી ટીમ..

રૂ.૧,૬૨,૭૨૦ નો દારૂ બીયર નો જથ્થો અને કાર, મોબાઇલ મળી કુલ રૂ.૪,૬૭,૭૨૦ નાં મુદામાલ કબ્જે કરાયો..

પાટણ તા.૨૪
પાટણ જિલ્લાનાં વારાહીના દહીસર મુકામેથી બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂ,બીયરની બોટલ ટીન કુલ નંગ-૧,૭૭૬ કિ.રૂ.૧,૬૨,૭૨૦ નો મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત પાટણ એલસીબી પોલીસે દ્વારા આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આગામી વિધાનસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લામાંથી પ્રોહી,જુગાર લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો રાધનપુર વારાહી પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,બનાસકાંઠા જીલ્લાના ભાભર તરફથી એક સિલ્વર કલરની અર્ટીગા ગાડીનંબર-GJ-24-K-7057 માં ગે.કા.ભારતીય બનાવટનો વિદેશી દારૂભરી બનાસકાંઠા જીલ્લાના ભાભરથી પાટણ જીલ્લાના ગાંજીસર થઇ દહીસર ગામ તરફ આવનાર છે જે હકિકત આધારે ટીમે નાકાબંધી કરી વારાહી પો.સ્ટે.ની હદમાંથી સદર ગાડીને પકડી પાડી આરોપી રબારી મહેશભાઇ નાગજીભાઇ પુજાભાઇ ઉ.વ ૨૪ રહે.દહીસર તા.સાંતલપુર જી પાટણવાળાને ગે.કા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧,૭૭૬ કિં.રૂ.૧,૬૨,૭૨૦/-તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-તથા અર્ટીગા ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૬૭,૭૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.