યુનિવર્સિટી કોટૅ ની ચુંટણી ને લઈને ફોર્મ વિતરણ સાથે ફોમૅ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો…

પ્રથમ દિવસે જ ફોર્મ મેળવવા યુનિવર્સિટી ખાતે ઉમેદવારો નો ધસારો જોવા મળ્યો..

પાટણ તા.૨૪
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોર્ટ સભ્યોની તાજેતરમાં મુદત પૂર્ણ થતા નવીન ટર્મ માટેના કોટૅ ઉમેદવારો માટે આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી ને લઈને યુનિવર્સિટી દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે કોટૅ ઉમેદવારો માટેની કુલ 48 બેઠકો માટે ગુરૂવારના રોજ યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા નો પ્રારંભ કરવામાં આવતાં પ્રથમ દિવસે જ ઈચ્છુક ઉમેદવારો ફોર્મ લેવા માટે યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે ઉમટી પડ્યા હતા.

પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોર્ટના સાત વિભાગોની બેઠકો પર આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી માટે ગુરુવારે યુનિવર્સિટી નાં વહીવટી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણ અને ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ લેવા માટે યુનિવર્સિટી ખાતે ઉમટી પડ્યા હતા.

ઉપરોક્ત ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 28 નવેમ્બર હોય તારીખ 29 નવેમ્બર નાં રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તારીખ 30 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે તારીખ 16 ડિસેમ્બર ના રોજ કોટૅ ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં સાત વિભાગના કુલ 13031 મતદારો પોતાનું મતદાન કરશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કોટૅ સભ્યો ની ચૂંટણીને લઇ ઈચ્છુક ઉમેદવારો દ્વારા મતદારોને પોતાની તરફે મતદાન કરવા અત્યારથી જ ગતિવિધિ તેજ બનાવવામાં આવી છે.