પાટણના સરીયદ ગામે ભાજપના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈને મહિલાઓનું પ્રચંડ સમર્થન..

પાટણ તા.૨૪
પાટણ વિધાનસભાના શિક્ષિત મહિલા લોકપ્રિય ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈને ઠેરઠેર પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં બહેનો આવી રહી છે.ત્યારે ગુરુવારે સરસ્વતી તાલુકાના વધાસર,વોળાવી જામઠા, શેરપુરા, ખલીપુર, ઓઢવા, વારેડા બેપાદર, હીરાવાડી, ઉન્દ્રા, ગોલીવાડા અને સરિયદ ગામમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલ ડો રાજુલબેન દેસાઈની જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી.

સરસ્વતી તાલુકાના સરિયદ ગામે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને ભાજપ મહિલા મોરચા દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડો રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું.કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓ સામાજિક આર્થિક અને હવે રાજકીય રીતે પ્રતિનિધિત્વ કરે તે માટે દરેક જિલ્લાઓમાં એક મહિલાને ટિકિટ ફાળવવા માં આવી છે. વડાપ્રધાને રાજકારણમાં પણ મહિલાઓ પુરુષ સમોવડી બને તે માટેનો પ્રયત્નો કર્યા છે.પાટણમાં મહિલાઓ માટે કુટીર ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ, તેમજ મહિલાઓ આર્થિક રીતે પગભર બને માટેના તેઓનાં સવિશેષ પ્રયત્નો રહેશે યુવાનોને રોજગારી મળે માટે પણ જી.આઈ.ડી.સી અને ઉદ્યોગકારો પાટણમાં રોકાણ કરે તે પ્રાથમિકતા રહેશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરીયદ ગામ સહિત આજુબાજુના ગામની મહિલા ઉપસ્થિત રહી હતી. તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ મહિલા મોરચાના કોષાધ્યક્ષ પુષ્પાબેન ઠાકોરે પણ રાજુલબેનને જીતાડવા માટે તમામ મહિલાઓએ એક સાથે એક જુથ થવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી,પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, સ્નેહલભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ રબારી, સોવનજી ઠાકોર, મંગાજી ઠાકોર સહિત સરસ્વતી તાલુકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.