ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ, AIMIM જ નહીં પરંતુ પૂરી 71 પાર્ટીઓ મેદાને, ઓટો રીક્સા ચાલકોની પણ પાર્ટી ચૂંટણીમાં

1600થી વધુ ઉમેદવારો દાવેદારી નોંધાવી ચૂક્યા છે. દરેક નેતા લોકોનો વિશ્વાસ જીતવા અને રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપ, કોંગ્રેસ, AAP ઉપરાંત 71 પક્ષો મેદાનમાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આ સમયે ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને AAP, AIMIM સહીતની પાર્ટીઓના જ નામો ખબર હશે પરંતુ આ સિવાય કુલ 71 પાર્ટીઓ એટલે કે, રાજકીય પક્ષો મેદાને છે. જેમાં 1600થી વધુ ઉમેદવારો દાવેદારી નોંધાવી ચૂક્યા છે.  દરેક નેતા લોકોનો વિશ્વાસ જીતવા અને રાજ્યમાં સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દર વર્ષે ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતો હતો, પરંતુ આ વર્ષે AAPની એન્ટ્રીથી સ્થિતિ વધુ રોમાંચક બની છે.  

રીક્ષા ચાલકોની છે આ પાર્ટી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP સિવાય કુલ 71 રાજકીય પક્ષો આ વખતે મેદાનમાં છે. પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 339 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. ઓટો રિક્ષા ચાલકોની પણ એક પાર્ટી છે જે આ 71 પાર્ટીઓમાં સામેલ છે. જનતા પર તેમનો ઘણો પ્રભાવ છે. પાર્ટીઓ આ વોટબેંકને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને પ્રચાર માટે રિક્ષાનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ જૂનો છે. આ વખતે આ પોતાની જ પાર્ટી જન સેવા ચાલક પાર્ટી શરૂ કરી છે. ઓટો રિક્ષા ચાલકો તેમના વ્હીકલ્સ દ્વારા શાસનથી સત્તા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને લાગે છે કે તેમના મુદ્દાઓની સતત અવગણના કરવામાં આવી છે, તેથી હવેતેઓ પોતે જ સત્તામાં જશે અને તેમની સમસ્યાઓ હલ કરશે.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તિવારી છે, જેમને લાગે છે કે તમામ પક્ષો તેમના સમુદાય સાથે સારો વ્યવહાર નથી કરતા. જેથી તેમણે મીડીયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, અમે પાર્ટીની રચના માત્ર ઓટો ડ્રાઈવરોને જ નહીં પરંતુ તમામ ડ્રાઈવરોનું પ્રતિનિધિત્વ કરવા માટે કરી હતી. અમે ડ્રાઇવરોને તેમની ગરિમા અને અધિકારો માટે મતદાન કરવાની અપીલ કરીએ છીએ.

આ પાર્ટીઓ પણ છે કિસ્મત અજમાવવા માટે મેદાને

ગુજરાત નવનિર્માણ સેના જેવા કેટલાક પક્ષોએ ગુજરાતમાં ક્રાંતિની જરૂરિયાતને સમર્થન આપ્યું છે. ગરવી ગુજરાત પાર્ટી ગુજરાતના ઈતિહાસ અને ગૌરવને પુનઃસ્થાપિત કરવા માંગે છે જ્યારે ગુજરાત સર્વ સમાજ પાર્ટી જાતિના રાજકારણથી ઉપર ઉઠીને પ્રોત્સાહન આપે છે. ધનવાન ભારત પાર્ટીએ બીજા તબક્કા માટે અમદાવાદમાં થી એક જ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. એકંદરે મુખ્ય પક્ષો સિવાય અનેક રાજકીય પક્ષો ગુજરાતના રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.