બાલીસણા નાં મણુદ ગામે થી વિદેશી દારૂ નાં જથ્થા સાથે એક શખ્સ ની અટકાયત કરાઈ..

પાટણ એલસીબી પોલીસ ટીમે ઓચિંતી રેડ કરી દારૂ બિયરના જથ્થા સાથે રૂ. ૬,૨૯,૨૧૫ નો મુદ્દામાલ કબજે કર્યો..

પાટણ તા.૨૪
બાલીસણા ના મણુદ ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બીયરની બોટલ ટીન કુલ નંગ-૫૦૫ કિ.રૂ.૧,૦૯,૨૧૫/- ના મુદ્દામાલ સાથે એક શખ્સને પાટણ LCB પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી-૨૦૨૨ અનુસંધાને પાટણ શહેર અને જીલ્લા માંથી પ્રોહી જુગાર લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ સ્ટાફ ના માણસો એ બાલીસણાપો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે…..

એક સફેદ કલરની સ્વીફટ ગાડી નં-GJ-24-AQ-0918 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવી મણુદ ગામની પુર્વે પળી ગામે જતા રોડની ડાબી બાજુ આવેલ પડતર જગ્યામાં લાવી ત્યા દારૂ સગેવગે કરવાની તૈયારી કરી રહેલ છે. જે હકિકત આધારે એલસીબી ટીમે ધટના સ્થળે ઓચિંતી રેડ કરી સદર ગાડીમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૫૦૫ કિં.રૂ.૧,૦૯,૨૧૫/-તથા સ્વિફ્ટ ગાડી કિમંત રૂ.૫,૦૦,૦૦૦/- તથા એક્ટીવા કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલકિ.રૂ.૬,૨૯,૨૧૫/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.