પાટણ કોંગ્રેસના ઉમેદવાર ડો કિરીટ પટેલ નાં મધ્યસ્થ કાર્યાલય નો પ્રારંભ કરાયો..

ચુંટણી સમયે ભાજપના લોકો ધાક ધમકી આપી કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરશે તો તેનું પરિણામ પણ ભોગવવું પડશે : ડો કિરીટ પટેલ..

પાટણ તા.૨૪
૧૮ પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો.કિરીટ પટેલના મધ્યસ્થ કાર્યાલય નો ગુરૂવારના રોજ શહેરના હિગળા ચાચર ચોક ખાતે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ મધ્યસ્થ કાર્યાલય નાં શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો.કિરીટ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ચુંટણી સમયે કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી અંદરો અંદર વિખવાદ ઉભા કરવાનું કામ કરશે અને પોતાની સરકાર હોવાનો ડર બતાવી લોકો ને ડરાવવાનો પ્રયાસ કરશે પણ ભાજપના લોકો એટલું સમજી લે કે જો કોઈ કોંગ્રેસ નાં કાયૅકર ને દબાવવાની કે ધમકાવવાની કોશિશ કરી છે તો તેનું પરિણામ ભોગવવા પણ તૈયારી રાખે તેમ જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી મતદાન કરી કોંગ્રેસના પંજાને વિજય બનાવવા આહ્વાન કર્યું હતું.
પાટણ વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ નાં ઉમેદવાર ડો.કિરીટ પટેલ નાં મધ્યસ્થ કાર્યાલય નાં શુભારંભ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને પાટણના સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડો.કિરીટ પટેલ ની જીત નક્કી હોવાનો નિધૉર વ્યક્ત કર્યો હતો.