પાટણ શહેરના હિંગળાચાચર વિસ્તાર માં ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું.

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાયૅકરો અને વિધાનસભા બેઠક નાં સુજ્ઞ મતદારો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા.૨૫
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે પાટણ વિધાનસભામાં પણ આ ચૂંટણીમાં કાંટે કે ટક્કર જોવા મળી રહી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે.

પાટણ ડીએસપી કચેરી સામે ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.ત્યારે વધુ એક કાર્યાલય પાટણ શહેરના હિંગળાચાચર વિસ્તારમાં ગુરૂવારે રાત્રે ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઈ નાં વરદ્ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

પાટણ વિધાનસભા ભાજપ ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈના કાર્યાલય નાં શુભારંભ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, હેમંતભાઈ તન્ના સહિત નગરપાલિકાના કોર્પોરેટરો અને શહેર ભાજપના આગેવાનો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.