કોંગ્રેસ નાં ઉમેદવાર ડો.કિરીટ પટેલ નો બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમર્થન કાર્યક્રમ યોજાયો…

પાટણ શહેર સહિત પાટણ વિધાનસભા મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા.25
પાટણ શહેર સહિત પાટણ વિધાનસભા વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારોના ભૂદેવો દ્વારા શુક્રવારના રોજ સમાજની છાત્રાલય ખાતે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કિરીટ પટેલ નો સમર્થન સન્માન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભૂદેવ દ્વારા વડાપ્રધાનના વોકલ ફોર લોકલ ના સૂત્રને ચરિતાર્થ કરવા પાટણ કોંગ્રેસના લોકલ ઉમેદવાર ડોક્ટર કિરીટ પટેલને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું અને અન્ય સમાજને પણ વડાપ્રધાનના વોકલ ફોર લોકલ ના સૂત્રને સમર્થન કરવા આહવાન કર્યું હતું. પાટણ વિધાનસભા મતવિસ્તારના બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલા ભૂદેવો એ પાટણ ના ઉમેદવાર કિરીટ પટેલ ને પોતાનું સમર્થન આપ્યું હતું.

બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ નાં આગેવાનો, ડોકટર, વકીલ, એન્જિનિયર, વેપારીઓ અને ખેતી સાથે સંકળાયેલ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ વિધાનસભા બેઠક પર હવે ધીરે ધીરે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યુ છે એક બાજુ ગામડાઓ માં ઉમેદવારો તેમના પ્રચારકો સાથે પ્રવાસ કરી ને પોતાને મત કેમ તે સમજાવી રહ્યા છે તો બીજી બાજુ નાના સમાજો નું પણ હવે મહત્વ વધી ગયું છે ત્યારે આજે પાટણ વિધાનસભા વિસ્તાર માં આવતા બ્રહ્મસમાજ નું એક નાનકડું સંમેલન યોજાયું હતું અને આ શક્તિ સંમેલન માં પાટણ ના કોંગ્રેસ ના ઉમેદવાર કિરીટભાઈ પટેલ ને સમર્થન આપતા બ્રહ્મ સમાજ ના બુદ્ધિજીવી આગેવાનો એ ખુબજ સરસ પ્રવચન આપ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક ને મહત્વ મળે તેમ ડો.કિરીટભાઈ ને સમર્થન આપવાનું આહ્વાન કર્યું હતું.

પાટણ વિધાનસભા મત વિસ્તાર માંથી અંદાજે 500 જેટલા આગેવાનો એ તેમના પ્રતિભાવો માં સ્થાનિક ને સમર્થન જાહેર કરી ડો. કિરીટભાઈ ને જીતાડવા માં ભૂદેવો નો પણ નાનકડો ફાળો રહેશે તેમ જણાવ્યું હતું.
ડો.કિરીટભાઈ એ તેમના વ્યક્તવ્ય માં જણાવ્યું કે તમરા 27 વર્ષ ના સાશન બાદ તમારે કમાં ને પ્રચાર માટે લાવવો પડતો હોય તો તમે કમાં ને મુખ્યમંત્રી બનાવી દો તેવી ટકોર કરી શું ગુજરાત અને પાટણ ની જનતા ને મુરખ સમજો છો તમારે આવા મંદ બુદ્ધિ ના કમાં ની ચુંટણી પ્રચારમાં મદદ લેવી પડે છે તેમ જણાવી આગામી પાંચ વર્ષ સેવા કરવાનો પુનઃ લ્હાવો પ્રાપ્ત કરાવવા કોંગ્રેસ તરફી મતદાન કરવા અને કરાવવા બ્રહ્મ સમાજ સમક્ષ અપીલ કરી હતી.