મૂંછે હો તો યે ઉમેદાવાર જૈસી – 2.5 ફૂટ મૂંછોવાળા કોણ છે આ ઉમેદવાર, જાણો

આ ઉમેદવારની 2.5 ફૂટ લાંબી મૂંછો લાંબી છે. આ ઉમેદવાર આ વખતે મૂંછોને લઈને ધ્યાન ખેંચી રહ્યા છે

આ ઉમેદવારની 2.5 ફૂટ લાંબી મૂંછો લાંબી છે. આ ઉમેદવાર આ વખતે મૂંછોને લઈને ધ્યાન ખેંચી રહ્યા છે. ઉમેદવારના નિશાના પર તેમની મૂંછોએ ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. આ ઝુંબેશમાં તેઓ જ્યાં પણ પહોંચે છે ત્યાં મૂછો હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેઓ અપક્ષમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહ્યા છે. 

આ ઉમેદવારનું નામ મગનભાઈ સોલંકી છે જેઓ હિંમતનગર વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. હવે તેઓ ઘરે-ઘરે પ્રચાર કરી રહ્યા છે. તેમની મૂંછોને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે તેની મૂછો ઘણી લાંબી છે. 5 ફૂટ લાંબી મૂંછો ધરાવતા ઉમેદવારની આ મૂંછો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે.

અત્યારે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે મગનભાઈ પણ ચૂંટણીના જંગમાં જોવા મળી રહ્યા છે. સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા છે જે તેમની મૂછોથી ઓળખાવા લાગ્યા છે.

સેનામાં નિવૃતી બાદ રાજકારણાં જોડાયા 

સેનામાં કેપ્ટન તરીકે નિવૃત્ત થયેલા મગનભાઈ સોલંકીને પોતાની મૂંછ પર ગર્વ છે. મગનભાઈ તેમની મૂંછો માટે પહેલા સેનામાં જાણીતા હતા હવે આ વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેની મૂંછો 2.5 ફૂટ લાંબી છે.

તેમની મૂંછોને માવજત કરવામાં દરરોજ એક કલાક વિતાવે છે

મગનભાઈ સવારે પોતાની મૂંછોને માવજત કરવામાં એક કલાક વિતાવે છે આ માટે તેઓ પોતાની મૂંછોને શેમ્પૂથી ધોઈને ખાસ પ્રકારના તેલથી માલિશ પણ કરે છે અને લાંબી મૂંછોની માલિશ કર્યા પછી તેને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો ભરાવદાર મૂંછોના કારણે પણ દેખાય છે.