BJPની 150ના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે 50 સીટો પર બાજ નજર

જે બેઠક પર ભાજપ મજબૂત માનવામાં આવે છે, તે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત લગાવી દીધી છે.  

રોડ શો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને આપ ચૂંટણીનું વાતાવરણ બનાવવા માંગે છે. 

BJPની 150ના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે 50 સીટો પર બાજ નજર રાખી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ ફોકસ કરી રહી છે. આ ત્રણેય રીજનમાં ભાજપને ગત વખતે અપેક્ક્ષા કરતા ઓછી સીટો અને તેમાં કોંગ્રેસને તેની સરખામણીમાં વધુ સીટો મળી હતી. મધ્યગુજરાતના સહારે ભાજપે બહુમતી મેળવી હતી ત્યારે આ વખતે આ વિસ્તારની 50 સીટો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. જે બેઠક પર ભાજપ મજબૂત માનવામાં આવે છે, તે બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાની તાકાત લગાવી દીધી છે.  રોડ શો અને ડોર-ટુ-ડોર પ્રચાર કરીને આપ ચૂંટણીનું વાતાવરણ બનાવવા માંગે છે. 

15 દિવસનો રિપોર્ટ દિલ્હી પહોંચી ગયો

બીજેપીના ચૂંટણી મેનેજમેન્ટના ફીડબેક યુનિટના છેલ્લા 15 દિવસનો રિપોર્ટ દિલ્હી પહોંચી ગયો છે. જેમાં મિશન 150ના લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે 50 સીટો પર વધુ પાવર ફેંકવાનો ઉલ્લેખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ત્રણ અને પછી બે દિવસ જંગી સભાઓ સંબોધી હતી. પાંચ દિવસના તોફાની પ્રચારમાં 16 જિલ્લાની 109 બેઠકો કવર કરવાની તૈયારી છે. 

2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 38 સભાઓ કરી હતી

આ દરમિયાન ભાજપ દ્વારા વધુ 25થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપનું ધ્યાન તે બેઠકો પર છે જ્યાં 2017માં 45 બેઠકો ગુમાવી હતી. ભાજપે આદિવાસી મતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપ આ સમયગાળા દરમિયાન 12 ST અને 9 SC બેઠકો પણ કવર કરશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 38 સભાઓ કરી હતી. પીએમ મોદી મતદાન પહેલા રોડ શો જંગી સભાઓ પણ બન્ને તબક્કાઓમાં કરશે. બે દિવસ બાદ ફરીથી તેમનો ઝંઝાવાતી પ્રવાસ આ ત્રણેય રીજનમાં આયોજિત કરાયો છે. 

ભાજપ રેલીઓમાં આગળ

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર આઠ દિવસ બાકી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાત ચૂંટણીમાં ભાજપ દ્વારા આક્રમક રીતે પ્રચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. ગુજરાતની દરેક સીટ પર રોજેરોજ મોટા નેતાઓ જાહેરસભાઓ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP નેતાઓએ 125 થી વધુ બેઠકો અને રોડ શો કર્યા, જેમાં એકલા ભાજપે સૌથી વધુ રેલીઓ કરી છે આ ઉપરાંત સભાઓ પણ સૌથી વધુ કરી છે.