પાટણના સિદ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલી નાં પ્રસાદ નું આયોજન કરાયું..

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા.૨૫
માગસર સુદ બીજ ને શુક્રવારના દિવસે પાટણ શ્રી મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ અને શ્રી બાળા બહુચર માતા મિત્ર મંડળના સહયોગથી શહેરના સિદ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલી નાં પ્રસાદનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે હતું.

શ્રી વલ્લભ ધોળા ભટ્ટ દ્વારા માગસર સુદ બીજ ને 1732 ની સાલમાં માં બહુચરના નામ થી બ્રાહ્મણો ની નાત ને રસ રોટલી નો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો તે પરંપરા મુજબ શુક્રવારના રોજ પાટણ નાં શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત રસ રોટલીનાં પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂર્વ માતાજી ને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

અને શુક્રવારના રોજ રામશેરી થી માતાજી ની સિદ્ધી સરોવર સમીપ મંદિર પરિસર ખાતે પધરામણી કરાવવામાં આવી હતી. ત્યારબાદ આનંદ ગરબા મંડળો દ્વારા આનંદનાં ગરબાની રમઝટ મચાવી દાતાઓ નું સન્માન કરી મંદિર પરિસર ખાતે માતાજી ની અસવારી ભક્તિ સંગીત નાં સુરો વચ્ચે નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ જોડાઈ માતાજી ના રસ રોટલી નો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

પાટણ સિધ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત રસ રોટલી નાં પ્રસાદ નાં મુખ્ય યજમાન પદે સ્વ.બબુબા શંકરલાલ ધીવાળા(નવદુર્ગા પરિવાર) એ લ્હાવો લીધો હતો.