પાટણ BJP ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ ને બાદીપુર નાં ગ્રામજનો દ્વારા વિજયના આશીર્વાદ પાઠવ્યા..

પાટણ તા.૨૫
18 પાટણ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલબેન દેસાઈને પાટણ વિધાનસભા મત વિસ્તારમાં જન સમર્થન સાથે સુંદર આવકાર સાપડી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ ડોક્ટર રાજુલબેન દેસાઈના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ દરમિયાન બાદિપુર ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. રાજુલબેન નું સમસ્ત ગ્રામજનોએ ઉમળકા ભેર સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા અને તેઓનું ગામના આગેવાનો દ્વારા બહુમાન કરી જંગી બહુમતીથી વિજય બનાવવાના આશીર્વાદ પાઠવ્યા હતા.

ચૂંટણી પ્રચાર માં ડો.રાજુલબેન દેસાઈ એ ગ્રામજનો ને અપીલ કરતાં જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાત ને વધુ ગતિશીલ બનાવવા અને પાટણ વિધાનસભા વિસ્તાર ના વિકાસ કામો ને વેગવંતા બનાવવા પાટણ નું કમળ ગાંઘીનગર મોકલવા આહવાન કરવામાં આવ્યું હતું. પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નાં ચુંટણી પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના ભાજપના આગેવાનો કાયૅકરો અને સુજ્ઞ મતદારો ઉપસ્થિત રહ્યા હતા.