સિધ્ધપુર વિધાનસભા ના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મળી રહેલ અદભુત જન પ્રતિસાદ…

પાટણ તા.૨૫
સિધ્ધપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે શુક્રવારના રોજ સરસ્વતિ તાલુકાના ચારૂપ, ખારેડા, વાહણા, ઊંટવાડા અને ખોડાણા વિગેરે ગામોનો ચૂંટણી પ્રવાસ કરતાં ગામે ગામ ભારે પ્રતિસાદ મળ્યો હતો. ઠેર ઠેર ઉમેદવાર નું ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

બલવંત સિંહ રાજપૂતે ચૂંટણી સભાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં અનેક વિકાસ કામો કર્યા છે તેમજ વિવિધ યોજનાઓ થકી લાભો આપ્યા છે આથી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા જણાવ્યું હતું. આ સભામાં સરસ્વતી તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.