બળાવાખોર: સિદ્ધપુર ભાજપના 5 આગેવાનોને પાર્ટી માંથી બરતરફ કરાયા..

કોંગ્રેસ ના ઉમેદવાર સાથે પ્રચાર નો ફોટો વાયરલ થતાં પાટણ જિલ્લા ભાજપ દ્વારા નિણૅય..

સપેન્ડ થયેલ ભાજપ ના આગેવાનો માં સિદ્ધપુર શહેર મહામંત્રી, યુવા મોરચા તાલુકા પ્રમુખ, જિલ્લા કારોબારી સભ્ય, ઉપપ્રમુખ ભાજપ તાલુકા, અને સિદ્ધપુર ના પૂર્વ પાલિકા સદસ્ય નો સમાવેશ..

પાટણ તા.૨૫
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો ઉપર રાજકીય પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરા-ખરીનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે એકબીજા રાજકી પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીથી નારાજ થઈને પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે વિરોધ પક્ષ સાથે બેસીને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં પ્રચાર પ્રસાર કરી રહેલા સિદ્ધપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના પાંચ આગેવાનોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ઉપરોક્ત પાંચે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી બર તરફ કર્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહેલા સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં સસ્પેન્ડ કરવામાં આવેલ ભાજપ ના આગેવાનો માં કિરણજી સોમાજી ઠાકોર,મહામંત્રી સિધ્ધપુર શહેર ભાજપ, કનુજી જીતાજી ઠાકોર (દશાવાડા), પ્રમુખ સિધ્ધપુર તાલુકા યુવા મોરચો, વેલજીભાઇ ચૌધરી(નાગવાસણ) પ્રમુખ સિધ્ધપુર તાલુકા યુવા મોરચો, અમૃતભાઇ માણકાભાઇ દેસાઇ (કાલેડા) ઉપપ્રમુખ સિધ્ધપુર તાલુકા ભાજપ,કનુભાઇ મનોરદાસ પટેલ,પૂર્વ સદસ્ય સિધ્ધપુર નગર પાલિકા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.