પાટણના સાલવીવાડા જબરેશ્વરી બહુચર માતા સન્મુખ રસ રોટલી ના પ્રસાદ નું આયોજન કરાયું..

વિસ્તાર નાં લોકો એ સમૂહમાં રસ રોટલી નો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી..

પાટણ તા.૨૬
માગશર સુદ બીજ નાં પવિત્ર દિવસે પાટણ શહેરના સાલીવાડા વિસ્તારમાં આવેલ જબરેશ્વરી બહુચર માતા મંદિર ખાતે જેમ વલ્લભ ભટ્ટે બ્રાહ્મણો માટે રસ રોટલી નો પ્રસાદ કર્યો હતો તે જ રીતે જબરેશ્વરી મંદિરના યુવક મંડળ દ્વારા રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રસ રોટલી પ્રસંગે 200 કિલો લોટની રોટલી બનાવવામાં આવી હતી અને 500 કિલો કેરીનો રસ લાવી માં બહુચર ને પ્રસાદ સ્વરૂપે ધરી ત્યારબાદ વિસ્તારના રહીશોએ આ રસ રોટલીનો સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી માં બહુચરના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.