ચાણસ્મા વિધાનસભા બેઠક નાં ઉમેદવાર દિલીપજી ઠાકોર ને ઠેર ઠેર સાંપડી રહ્યું છે જન સમર્થન…

ભાજપ સરકાર નાં વિકાસ માં સહભાગી બનવા ચાણસ્મા વિધાનસભા બેઠક પર કમળ ને વિજય બનાવવા આહ્વાન કરાયું..

પાટણ તા.૨૬
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી નાં ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કામગીરી તેજ બનાવવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાની ૧૭ ચાણસ્મા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દીલીપજી ઠાકોર ના ચુંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેર જન પ્રતિસાદ સાપડી રહ્યો છે.

૧૭ ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર દિલીપજી ઠાકોર દ્વારા પોતાના મતવિસ્તાર એવા શંખેશ્વર તાલુકાના ખંડીયા, કંચન પુરા, મદૉનગંજ, બોલેરા, રૂની રણોદ, કુવારદ, મુજપુર, ખાખબડી ગામના ચુંટણી પ્રવાસ દરમિયાન સમસ્ત ગ્રામજનો દ્વારા તેઓનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.

આ ચુંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર દિલીપજી ઠાકોર દ્વારા આ વિસ્તારના વિકાસ કામો ની સાથે વિસ્તારના લોકો નાં સુખ દુઃખમાં તેઓનો પરિવાર હંમેશા ઉભો રહ્યો હોવાનું જણાવી પુનઃ આ વિસ્તાર ની સેવા કરવાનો મોકો આપવા અને ભાજપની વિકાસ યાત્રા માં ચાણસ્મા વિધાનસભા બેઠક નું કમળ જંગી બહુમતીથી વિજય બનાવી ગાંધીનગર પહોંચાડવા સુજ્ઞ મતદારો ને અપીલ કરી હતી.

આ ચુંટણી પ્રચાર દરમિયાન દરેક ગામ માથી સ્વયંભૂ લોકો એ ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોર ને ખુલ્લું સમથૅન આપી તેઓનાં ભવ્ય વિજયનાદ સાથે આશિર્વાદ આપ્યા હતા. ૧૭ ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર દિલીપજી ઠાકોર ના ચુંટણી પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાયૅકરો અને સમથૅકો ઉપસ્થિત રહ્યા હતા.