પાટણના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ નો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ..

દરેક ગામ માથી સુજ્ઞ મતદારો,વડિલો, મહિલાઓ દ્વારા પ્રાપ્ત થતાં વિજયના આશિર્વાદ…

શહેરી વિસ્તારમાં જંગી જાહેર સભામાં સ્વયંભૂ લોકો એ ઉમટી પાટણના વિકાસ ને વેગવંતો બનાવવાની નેમ સાથે સમથૅન આપ્યું..

પાટણ તા.૨૬
૧૮-પાટણ વિધાનસભા બેઠક ભાજપના શિક્ષિત અને સોબર મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ સહિત ભાજપના આગેવાનો,કાયૅકરો અને તેમના વિશાળ સમથૅકો દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ આરંભ્યો છે જે ચુંટણી પ્રવાસ દરમિયાન પાટણ વિધાનસભા મત વિસ્તારના લોકો તરફથી તેઓને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

શનિવારના રોજ પાટણના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ એ વહેલી સવારે શહેરના બગવાડા દરવાજા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને માલ્યાપણૅ સાથે શ્રધ્ધા સુમન સમર્પિત કરી પોતાનાં મત વિસ્તાર કાલોધી,વડીયા,નાના વેલોડા,મોટા વેલોડા,લોધી,સોટાવડ,હિરાવાડી,સાપ્રા ગામનો પ્રવાસ ખેડ્યો હતો. આ ચુંટણી પ્રવાસ દરમિયાન ઠેર ઠેર ડો.રાજુલબેન દેસાઈ ને સુજ્ઞ મતદારો સહિત ગામના આગેવાનો, મહિલાઓ દ્વારા આદર સત્કાર સાથે આવકારી તેઓને વિજય નાં આશિર્વાદ પાઠવ્યા હતા.

ડો.રાજુલબેન દેસાઈ એ આવકાર બદલ સૌનો આભાર પ્રગટ કરી આગામી તા.૫ મી ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માં બહોળી સંખ્યામાં મતદાન કરી ભાજપની વિકાસ યાત્રા માં સહભાગી બનવા પાટણ વિધાનસભા નું કમળ જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. ડો રાજુલબેન દેસાઈ નાં ચુંટણી પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા.

ગ્રામ્ય વિસ્તારના ચુંટણી પ્રવાસ બાદ રાત્રે તેઓએ શહેરના વોડૅ નં ૨ માં આવેલ બારોટ નો કસારવાડો અને વોડૅ નં ૧ ના નારણજી નો પાડો,સાલવીવાડા ખાતે આયોજિત વિશાળ જન સભા ને સંબોધીત કરી પાટણ પંથકની આ દિકરીને પાટણ શહેર નાં વિકાસ ને વેગવંતો બનાવવા ભાજપને વિજય બનાવી સેવા ની તક આપવા વિનંતી કરી હતી.