પાટણ AAP ના ઉમેદવાર સામે લોક પ્રતિનિધિ ધારા હેઠળ કાયૅવાહી કરવા કોંગ્રેસ નાં ઉમેદવાર ની રજૂઆત..

સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ નાં ઉમેદવાર વિરુદ્ધ ફરતી કરવામાં આવેલ પેપર કટીંગ નાં મુદ્દે ચુંટણી અધિકારી ને રજુઆત કરવામાં આવી..

પાટણ તા.૨૬
પાટણના ધારાસભ્ય અને ૧૮-પાટણ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.કિરીટભાઈ સી.પટેલની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા સોશ્યલ મીડિયા માં પેપર કટીંગ ફરતું કરનાર સામે શનિવારના રોજ પાટણના ધારાસભ્ય અને ૧૮-પાટણ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.કિરીટભાઈ સી.પટેલે પાટણ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એવમ કલેકટર ને લેખિતમાં ફરીયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

૧૮- પાટણ વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ ઉમેદવાર ડો કિરીટ પટેલ દ્વારા પાટણ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ને લેખિતમાં કરેલ ફરિયાદ માં જણાવ્યું છે કે ૧૮-પાટણ વિધાનસભાના બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાનાર આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર લાલેશ ઠક્કર દ્વારા તેઓનાં નામ જોગ કોઈ પણ પેપરની બાઈ લાઈન વીના ઉપજાવી કાઠેલ પેપર કટીંગ સોશ્યલ મીડિયા માં ફરતુ કરી તેઓએ કોઈ જાહેર સભા માં ઠાકોર સમાજનો મતદાર રૂ.૫૦ માં અને ઠાકોર સમાજનો આગેવાન રૂ.૫ હજાર માં વેચાઈ છે તેવા નિવેદનો સાથે ઠાકોર સમાજની લાગણી દુભાવવા અને મારા ઠાકોર સમાજના સમથૅકોને નારાજ કરવાનું હિન્ન કક્ષાની પ્રવૃત્તિ કરવામાં આવી છે ત્યારે તેઓની સામે લોક પ્રતિનિધિ ધારા ની કલમ મુજ્બ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.