પાટણ જિલ્લા ની ચાર વિધાનસભા બેઠક પર થી કુલ 311 આચાર સહિતા ની ફરિયાદ માંથી 306 ફરિયાદ નો નિકાલ કરાયો..

સૌથી વધુ આચાર સહિતા ની ફરિયાદ 18 પાટણ વિધાનસભા બેઠક પર થી મળી..

પાટણ તા.26
આગામી વિધાનસભાની 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભાની બેઠક પર આગામી પાંચ ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતા નિયમનધારા લાગુ કરવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણી 2022 ને લઈને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એવમ કલેક્ટર દ્વારા લાગુ કરાયેલી આદર્શ આચારસંહિતા બાદ ચારેય વિધાનસભા માંથી આચારસંહિતા ભંગની કુલ 311 જેટલી ફરિયાદો શનિવાર સુધીમાં પ્રાપ્ત થઈ છે જે પૈકીની 306 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે 5 ફરિયાદો પેન્ડિંગ હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું.

આ બાબતે સુત્રોએ આપેલ માહિતી મુજબ આગામી પાંચ ડિસેમ્બરના રોજ પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક ની યોજાનાર ચૂંટણી ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એવમ કલેકટર દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ કરાયાં બાદ શનિવાર સુધીમાં 16 રાધનપુર વિધાનસભા બેઠક માંથી આચાર સહિતા ભંગ ની કુલ 60 ફરિયાદ નોંધાઈ છે જેમાંથી 59 ફરિયાદ નો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે 1 ફરિયાદ પેન્ડીગ છે.17 ચાણસ્મા વિધાનસભા બેઠક માંથી કુલ 55 ફરિયાદ નોધાઈ હતી જે તમામ ફરિયાદ નો નિકાલ કરવામાં આવ્યો છે.જયારે 18 પાટણ વિધાનસભા બેઠક માંથી કુલ 163 ફરિયાદ નોધાઈ હતી જેમાં થી 160 ફરિયાદ નો નિકાલ કરવામાં આવ્યો છે અને 3 ફરિયાદ પેન્ડીગ છે તો 19 સિધ્ધપુર વિધાનસભા બેઠક માંથી કુલ 33 ફરિયાદ નોધાઈ હતી જેમાંથી 32 ફરિયાદ નો નિકાલ કરવામાં આવ્યો છે અને 1 ફરિયાદ પેન્ડીગ હોવાનું જાણવા મળ્યું છે.