ભાજપ માંથી રાજીનામું આપનાર ડો જય નારાયણ વ્યાસે કોંગ્રેસ નાં ઉમેદવાર ને ખુલ્લું સમથૅન આપ્યું…

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી..

પાટણ તા.૨૭
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાઠ્ય દ્વારા પ્રચાર પ્રસાર વેગવાન બનાવવામાં આવ્યો છે ત્યારે પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા ની બેઠક ના ઉમેદવાર અને આ વિસ્તારના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની રવિવારના રોજ વામૈયા ખાતે યોજાયેલ જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડનાર પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધિત કરતા પૂર્વ આરોગ્ય મંત્રી ડો.જયનારાયણ વ્યાસે પોતાનું સમથૅન કોંગ્રેસ નાં ઉમેદવાર ચંદનજી ને આપી ટેકો જાહેર કરી જણાવ્યું હતું કે ચંદનજી ઠાકોર જેવાં સજ્જન, સેવાભાવી અને વિસ્તારના વિકાસ સિવાય કોઈ ધષૅણ માં ઉતયૉ વીના લોકો નાં કામ કયૉ છે ત્યારે તેઓએ પોતાની ઈજ્જત હવે આપણને સોંપી છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે તેઓને જંગી બહુમતીથી વિજય બનાવી આ વિસ્તારમાં સેવા કરવાનો પુનઃ મોકો આપવા અપીલ કરી હતી.

આ જાહેર સભા માં ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નાં આગેવાનો કાયૅકરો અને સુજ્ઞ મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.