પાટણ માં મતગણતરી કેન્દ્ર સુધી ઈવીએમ લઈ જતા 300 વાહનો પર GPS થી તંત્ર નજર રાખશે

પાટણ માં મતગણતરી કેન્દ્ર સુધી ઈવીએમ લઈ જતા 300 વાહનો પર GPS થી તંત્ર નજર રાખશે

સિદ્ધપુર બેઠક પર 273 મતદાન મથક પર 373 બેલેટ યુનિટ , કંટ્રોલ યુનિટ અને વીવીપેટનો ઉપયોગ થશે

પાટણ વિધાનસભા બેઠક પર ઉમેદવારની સંખ્યા વધારે હોવાથી 314 મતદાન મથકો પર 628 બેલેટ યુનિટ , 314 કંટ્રોલ યુનિટ અને 314 વિવિપેટનો ઉપયોગ થશે.

ચૂંટણી માટે ડિસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક અને મતદાન મથકથી રીસીવિંગ સેન્ટર તેમજ રીસીવિંગ સેન્ટરથી સ્ટ્રોંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમથી મતગણતરી કેન્દ્ર કતપુર ખાતે ઇવીએમ મશીન વહન કરતા વાહનો પર તંત્રની સીધી નજર રહે તે માટે અંદાજિત 300 જેટલા વાહનોનું ચૂંટણી તંત્ર દ્વારા જીપીએસથી ટ્રેકિંગ કરાશે.

યુનિવર્સિટી ખાતે જીપીએસ ટ્રેકિંગ કંટ્રોલ રૂમ પણ બનાવાશે અને તે કંટ્રોલરૂમથી તંત્રના કર્મચારીઓ ઇવીએમ વહન કરતાં વાહનોનું ટ્રેકિંગ કરી વાહનો પર સીધી નજર રાખશે તેવું તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું પાટણ માં મતગણતરી કેન્દ્ર સુધી ઈવીએમ લઈ જતા 300 વાહનો પર GPS થી તંત્ર નજર રાખશે