પાટણ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં ડો રાજુલબેન દેસાઈનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું

પાટણ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં ડો રાજુલબેન દેસાઈનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયું પાટણ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈનું ગામેગામ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે તેમને પ્રચંડ જનસમર્થન પણ મળી રહ્યું છે તેમની તમામ સભાઓમાં મહિલાઓ સવિશેષ જોવા મળી રહી છે ત્યારે પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડો રાજુલબેન દેસાઈનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજરોજ પાટણ વિધાનસભામાં આવતા કતપુર, મીઠીવાવડી, ખમીયાણા મહેમદપુર, ગદોસણ, રાજપુર, ભલગામ, ખાનપુર, રાજકુવા, માનપુર, ચંદ્રુમાણા તેમજ કુણઘેર ગામ ખાતે રાજુલબેન દેસાઈએ ઝંઝાવાતો પ્રચાર કરવામાં આવ્યો હતો.

ડો રાજુલબેન દેસાઈએ જંગી સભાઓને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે અત્યાર સુધી માત્ર મહિલા સશક્તિકરણની વાતો જ કરી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકસભા રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપીને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દેશને સાંસ્કૃતિક આઝાદી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અપાવી છે વર્ષોથી રામ મંદિરને લઈને કોંગ્રેસ દ્વારા માત્ર રાજનીતિ કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામમંદિરનું ખાર્ધમુહરત કર્યું હતું અને તેમના જ હસ્તે રામલલ્લા આયોધ્યામાં બિરાજમાન થશે અખંડ ભારતના નિર્માણ માટે ભાજપ સરકારની બહુમતી આવતા જ વિવાદિત 370 ની કલમ એકજ ઝાટકે નાબૂદ કરી હતી રાજુલબેન દેસાઈએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ લોકો સમક્ષ મૂકી હતી