પાટણ ભાજપના ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન બગવાડા દરવાજા ખાતે નાસ્તા નો સ્વાદ માણ્યો..

આગામી તા.5 ડીસેમ્બર નાં મતદાન કરવા અને કરાવવા મતદારોને અપીલ કરી..

પાટણ તા.૩૦
પાટણ વિધાનસભા બેઠક નાં ભાજપ ના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઈએ બુધવારના રોજ પોતાના સમથૅકો અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો સાથે પાટણ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું આ પ્રચાર અભિયાન દરમિયાન ડો રાજુલબેન દેસાઈ સહિત મહિલા મોરચા ની બહેનો એ શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલી મનુભાઈ ઠાકોર ની નાસ્તાની લારી ઉપર ઉભા રહી ખમણ અને જલેબી નો સ્વાદ માણ્યો હતો ત્યાર બાદ તેઓએ મનુભાઈ ઠાકોર નાં નાસ્તા ને વખાણી આગામી તા.૫ મી ડીસેમ્બર ના રોજ અવશ્ય મતદાન કરવા અને નાસ્તો કરવા આવતાં લોકો ને પણ મતદાન કરવાની અપીલ કરાવવા જણાવ્યું હતું.