ATS-GSTના ગુજરાતના આ મોટા શહોરોમાં 88 સ્થળો પર દરોડા

આ દરોડાની સાથે એટીએસ દ્વારા અલગ-અલગ જિલ્લામાંથી એસઓજીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે

ATS-GSTનું ગુજરાતના શહોરોમાં 88 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થી રહી છે. અગાઉ પણ સંયુક્ત ઓપરેશન ચાલ્યું હતું ત્યારે ફરી એકવાર આ ઓપરેશન ટેક્સ ચોરી કરનારને ઝડપી પાડવા શરુ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

દરોડાની સાથે એટીએસ દ્વારા અલગ-અલગ જિલ્લામાંથી એસઓજીની ટીમો પણ તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કરચોરીના મામલામાં એટીએસ અને જીએસટી દ્વારા વિવિધ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી અને ગાંધીધામ સહિત દરોડા પાડવામાં આવ્યા છે. જેના કારણે કરચોરી કરનારાઓનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહી સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાતના મુખ્ય શહેરોમાંથી 44થી વધુ ડિફોલ્ટર્સની ઓળખ કરવામાં આવી છે. 

આ દરોડાની સાથે એટીએસ દ્વારા અલગ-અલગ જિલ્લામાંથી એસઓજીની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. જે પણ કાર્યવાહીમાં લાગી છે. નોંધનીય છે કે GST નકલી બિલિંગ કૌભાંડના તાર 11 રાજ્યો સુધી અગાઉ જોવા મળ્યા હતા. ત્યારબાદ 24 અને 25 નવેમ્બરે GST વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરી હતી અને 200 કંપનીઓને નોટિસ મોકલી હતી. નોંધનીય છે કે, GST વિભાગે બનાવટી બિલ બનાવવાના કૌભાંડો પર સમગ્ર રાજ્યમાં દરોડા પાડ્યા હતા. ત્યારે ગુજરાતમાં પણ અત્યારે આ મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.