
તો કોલેજિયન વિધાર્થીની ઓએ હાર પહેરાવી ઉમેદવાર ને આવકાયૉ…
પાટણ તા.૩૦
પાટણ વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ ના ઉમેદવારે બુધવારના રોજ પોતાના સમથૅકો સાથે પાટણ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસ નાં ઉમેદવાર ડો. કિરીટ પટેલે શહેરના મુખ્ય બજાર માર્ગો પર વેપારીઓ, રાહદારીઓ અને પાટણના પ્રબુધ્ધ નગરજનો ને વોટ માટે વિનંતી કરી હતી.
શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલી મનુભાઈ ઠાકોર ની નાસ્તાની લારી ઉપર પહોંચતા મનુભાઈ એ પોતાના ફેમસ ગરમા ગરમ ટીકડી ભજીયા સહિતના નાસ્તા નો સ્વાદ ઉમેદવાર ડો કિરીટ પટેલ ને ચખાડ્યો હતો.
ડો કિરીટ પટેલે નાસ્તાનો સ્વાદ માણ્યા બાદ મનુભાઈ ઠાકોર નાં નાસ્તા ને વખાણી આગામી તા.૫ મી ડીસેમ્બર ના રોજ અવશ્ય મતદાન કરવા અને નાસ્તો કરવા આવતાં લોકો ને પણ મતદાન કરવાની અપીલ કરાવવા જણાવતાં મનુભાઈ નાસ્તા વાળા એ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.