સાતલપુર તાલુકાના પાટણકા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં આહિર સમાજ ની બે દિકરીઓ ડુબી..

સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં ડુબેલી બન્ને દિકરીઓ ની શોધખોળ હાથ ધરી..

પંથકના ધારાસભ્ય અને વિધાનસભા બેઠક નાં ઉમેદવાર રધુભાઈ દેસાઈ ધટના સ્થળે દોડી આવ્યા..

પાટણ તા.30
પાટણ જિલ્લા નાં રાધનપુર પંથકના કરછ બ્રાન્ચ કેનાલમાં સાંતલપુર તાલુકાના પાટણકા ગામ પાસે થી પસાર થતી નર્મદા કેનાલમાં બુધવારના રોજ આહીર સમાજ ની બે દિકરીઓ કેનાલમાં ડુબતા સ્થાનિક તૈરવેયા અને લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નમૅદા કેનાલ માં ડુબેલી બન્ને દિકરીઓ કાકા બાપાની બહેનો હોવાનું અને ખેતરેથી ઘેર આવતી વખતે કેનાલમાં પાણી પીવા જતા પગ લપસતા બંને બહેનો ડુબી જતાં અને બનાવની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતાં સ્થાનિક તરવૈયાઓ સહિત લોકો દ્વારા કેનાલમાં બન્ને ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જોકે આ બાબતે સ્થાનિક તંત્ર ને જાણ કરવા છતાં મોડાં સુધી તંત્ર ધટના સ્થળે નહી આવતા તંત્રની બેદરકારી સામે લોકોમા રોષ જોવા મળ્યો હતો તો આ બાબતે સાતલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. સાંતલપુર પંથકની કેનાલમાં બે દિકરીઓ ડુબી હોવાની ઘટના ની જાણ આ વિસ્તારના ધારાસભ્ય અને હાલમાં વિધાનસભા બેઠક નાં કોંગ્રેસ નાં ઉમેદવાર રધુભાઈ દેસાઈ ને થતા તેઓ પોતાના સમથૅકો સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી તંત્ર ને જરૂરી સુચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.