વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલનાર કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ સામે ભાજપ માં રોષ ભભુકયો..

પાટણ જિલ્લા ભાજપ દ્વારા કડક કાર્યવાહી ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

પાટણ તા.30
કોંગ્રેસ પાર્ટી નાં ભારતના રાષ્ટ્રિય અધ્યક્ષ ખડકે દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો માં તેના ધેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડકે નાં વિરોધમાં સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલનાર કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આવેદનપત્ર નાં કાયૅક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.