જૈન જાગૃતિ સેન્ટર પાટણના સૌજન્યથી રોટરી ક્લબ ઓફ પાટણ સીટી દ્વારા જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર વિતરણ કરાયા..

પાટણ તા.30
જૈન જાગૃતિ સેન્ટર પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે બુધવારના રોજ જૈન જાગૃતિ સેન્ટર પાટણના સૌજન્યથી રોટરી ક્લબ ઓફ પાટણ સીટી દ્વારા શિયાળાની ઠંડી ને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને સ્વેટર વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
જૈન જાગૃતિ સેન્ટર નાં સૌજન્યથી રોટરી ક્લબ ઓફ પાટણ સીટી દ્વારા આયોજિત કરાયેલા જરૂરિયાતમંદ બાળકોના સ્વેટર વિતરણ કાર્યક્રમ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટર પાટણના સેવાભાવી પ્રમુખ મેહુલ દેવદ્ત જૈન, જાણીતા બિલ્ડર અને રામ રહીમ સંસ્થા સાથે સંકળાયેલા યતિનભાઈ ગાંધી,રોટરી ક્લબ પાટણ સીટી નાં પ્રમુખ મુકેશ દેસાઈ, મંત્રી ડો.મંથન ઠક્કર સહિત મોટી સંખ્યામાં ક્લબના સભ્યો, જૈન જાગૃતિ સેન્ટર નાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.