પાટણની આર્ટસ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંતગર્ત કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.30
શ્રી અને શ્રીમતી પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ પાટણના એન એસ એસ વિભાગ દ્વારા બુધવારે આગામી ગુજરાત વિધાનસમાની ચૂંટણીમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન માટે જાગૃતિ ફેલાય તે અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પોતાના પરિવારના તેમજ આજુ-બાજુના ઘરના સભ્યો ને મતદાન માટે જાગૃત કરવા સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા અને નિષ્પક્ષ લોભ-લાલચ કે કોઈની ધાક-ધમકી અને ડર વગર અચૂક પણે મતદાન કરી, લોકોને મતદાન કરવા જાગૃત કરી મતદાન દ્વારા દેશની લોકશાહીને મજબૂત બનાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના એન.એસ.એસ ના 38 ભાઈઓ અને 35 બહેનો મળી કુલ 73 સ્વયંસેવક હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કોલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.અલ્પેશ પટેલ અને ડૉ કૃણાલ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. લલિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.