પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર ને ખુલ્લું સમથૅન આપી વિજયના આશિર્વાદ પાઠવ્યા..

ભાજપના મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ એ જંગી બહુમતી સાથે કમળ ને વિજય બનાવવા અપીલ કરી સમાજનો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.1
પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને દરેક સમાજના લોકો તરફથી સમર્થન સાંપડી રહ્યું છે ત્યારે ગતરોજ પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા પાટણ વિધાનસભા બેઠક નાં ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને ખુલ્લું સમથૅન આપી વિજયના આશિર્વાદ પાઠવ્યા હતા.

પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને સમર્થન આપવા માટે આયોજિત કરાયેલા સમાજ ની આ મહત્વની બેઠક ને ડો રાજુલબેન દેસાઈ એ સરાહનીય લેખાવી પોતાના વિજય વિશ્વાસ સાથે પ્રજાપતિ સમાજના સુખ દુઃખમાં સહભાગી બનવાની ખાતરી આપી પ્રજાપતિ સમાજના લોકો ને આગામી વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી કમળ ને વિજય બનાવવા સહભાગી બનવા આહ્વાન કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ પ્રજાપતિ સમાજ ની આ બેઠક માં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ પ્રજાપતિ સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના આગેવાનો,યુવાનો,મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા