ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને પાટણના તબીબો નું સમર્થન સાંપડ્યું…

ભાજપના વિજય સાથે જ મેડિકલ નગરી પાટણ ને વિકાસની ક્ષિતિજ પર લઈ જવા ની નેમ વ્યક્ત કરાઈ..

પાટણ તા.1
પાટણ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ ને દરેક સમાજના લોકો ની સાથે સાથે પાટણના તબીબો દ્વારા પણ સમથૅન સાંપડ્યું છે ત્યારે પાટણ નાં તબીબે દ્વારા શહેરના સંતોકબા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર ડો રાજુલબેન દેસાઈ એ ખાસ ઉપસ્થિત રહી પાટણના તબીબો નો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણના તબીબો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં ડો રાજુલબેન દેસાઈ એ તબીબી નગરી પાટણનાં વિકાસ માં સહભાગી બનવાનો અને પાટણને વિકાસની ક્ષિતિજ પર લઈ જવા તબીબો નાં સહકાર ની અપેક્ષા સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાય તેવી આશા વ્યક્ત કરી હતી.
પાટણના તબીબો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,ભાજપ ડોક્ટર સેલ નાં ડો.અંબાલાલ પટેલ સહિત મોટી સંખ્યામાં પાટણના તબીબો અને તેમનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.